2 Samuel 3:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દફ્નાવ્યો. દાઉદ આબ્નેરની કબર પાસે પોક મૂકીને રડ્યો અને તેની સાથે સર્વ લોકો પણ રડ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આબ્નેરને હેબ્રોનમાં દફનાવવામાં આવ્યો અને દાવિદ રાજા પોક મૂકીને રડયો અને સર્વ લોકોએ પણ તેમ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દાટ્યો. રાજા આબ્નેરની કબર પાસે પોક મૂકીને રડયો. સર્વ લોક પણ રડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદ પોતે જનાજાની પાછળ જયાં આબ્નેરને હેબ્રોનમાં દફનાવવામાં આવ્યો ત્યાં ગયો, અને તેની કબર આગળ પોક મૂકીને રડયો, અને તેની સાથે બધા લોકોએ આક્રંદ કર્યો.