2 Samuel 3:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા હાથ બંધાયા ન હતા. તારા પગમાં બેડીઓ ન હતી. જેમ અન્યાયીના દીકરાઓ આગળ માણસ માર્યો જાય તેમ તું માર્યો ગયો છે." સર્વ લોકોએ ફરી એક વાર તેના માટે વિલાપ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ન તો તેના હાથ બાંધેલા હતા, ન તો તેના પગ સાંકળે બાંધેલા હતા. છતાં જેમ ખૂનીઓને હાથે કોઈ માર્યો જાય તેમ તે માર્યો ગયો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા હાથ બંધાયા ન હતા, કે તારા પગમાં બેડીઓ નખાઈ ન હતી; દુષ્ટ માણસોથી કોઇ માર્યો જાય, તેની જેમ તું માર્યો. સર્વ લોકોએ ફરીથી તેની [કબર] પર શોક કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા હાથ બાંધવામાં આવ્યા નહોતાં, તારા પગમાં બેડીઓ નંખાઈ નહોતી; કોઈ ખૂનીને હાથે મરે તેમ તું મર્યો; દુષ્ટજનોના કપટનો તું ભોગ બન્યો.” અને આમ ફરીવાર બધા લોકોએ આક્રંદ કર્યો.