2 Samuel 4:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદે પોતાના જુવાન પુરુષોને આજ્ઞા કરી. એટલે તેઓએ બન્નેને મારી નાખ્યા અને તેઓના હાથ પગ કાપી નાખીને તેઓને હેબ્રોનના તળાવની પાળે ઊંચે લટકાવ્યા. તેઓએ ઈશ-બોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં દફ્નાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે હુકમ આપ્યો એટલે તેના સૈનિકોએ રિમ્મોન બરોથીના પુત્રો રેખાબ અને બાનાને મારી નાખ્યા અને તેમના હાથપગ કાપીને તેમને હેબ્રોનમાં તળાવ નજીક લટકાવ્યા. તેમણે ઇશબોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં દફનાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાઉદે પોતાના જુવાન પુરુષોને આજ્ઞા કરી, એટલે તેઓએ તેમને મારી નાખ્યા, ને તેઓના હાથપગ કાપી નાખીને તેઓને હેબ્રોનના તળાવની પાળે ઊંચે લટકાવ્યા. પણ તેઓએ ઈશ-બોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં તે દાટ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે પોતાના યુવાનોને હુકમ કર્યો, એટલે તેમણે રેખાબ અને બાઅનાહને માંરી નાખ્યા. અને તેમના હાથપગ કાપી નાખીને હેબ્રોનના તળાવ પાસે લટકાવ્યા. તેમણે હેબ્રોનમાં આવેલી આબ્નેરની કબરમાં ઇશબોશેથનું માંથું દાટી દીધું.