2 Samuel 5:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કરાયો છે. ત્યારે તેઓ બધા તેને પકડી લેવા બહાર ગયા. પણ દાઉદને તેની જાણ થવાથી તે કિલ્લામાં ચાલ્યો ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ ઇઝરાયલ પર રાજા બન્યો છે એવી ખબર મળતાં પલિસ્તીઓએ તેને પકડવા સૈન્ય મોકલ્યું. દાવિદને એની જાણ થતાં તે કિલ્લેબંધીવાળા સ્થળમાં જતો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પલિસ્તીઓએ સાંભળ્યું, “તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો છે, “ત્યારે સર્વ પલિસ્તીઓ દાઉદની શોધ કરવા માટે ચઢી આવ્યા. એ સાંભળીને દાઉદ કિલ્લામાં ઊતરી પડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પલિસ્તીઓએ સાંભળ્યું કે, દાઉદ સમગ્ર ઇસ્રાએલીઓનો રાજ્યકર્તા બન્યો છે; તેઓ સાથે ભેગા થઈને દાઉદને માંરી નાખવા તેની શોધખોળ કરવા નીકળી પડયા, દાઉદે આ સાંભળ્યું અને યરૂશાલેમના કિલ્લામાં ચાલ્યો ગયો.