2 Samuel 5:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગતકાળમાં જયારે શાઉલ અમારો રાજા હતો, ત્યારે ઇઝરાયલના સૈન્યની આગેવાની તેં જ કરી હતી. ઈશ્વરે તને જ કહ્યું હતું, "તું મારા લોક ઇઝરાયલીઓ પર અધિપતિ તથા રાજા થશે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગતકાળમાં શાઉલ રાજા અમારા પર રાજ કરતા હતા, ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તે તમે જ હતા; અને યહોવાએ તમને કહ્યું હતું, ‘તું મારા લોક ઇઝરાયલને પાળશે, ને તું ઇઝરાયલ પર અધિપતિ થશે.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભૂતકાળમાં જયારે અમાંરો રાજા શાઉલ હતો ત્યારે પણ યુદ્ધમાં તમે જ ઇસ્રાએલી સૈન્યની આગેવાની લેતા હતા, અને યહોવાએ તમને કહ્યું કે, ‘માંરી પ્રજા ઇસ્રાએલની સારસંભાળ લેનાર માંણસ તું જ છે, તું જ તેમનો શાસનકર્તા થનાર છે.’”