2 Samuel 6:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ડરનો માર્યો દાઉદ ઈશ્વરનો કોશ પોતાની પાસે દાઉદના નગરમાં લઈ જવા ઇચ્છતો નહોતો. તેના બદલે, તેણે ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં તેને મૂક્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે દિવસે દાવિદને પ્રભુનો ડર લાગ્યો અને તેણે કહ્યું, “હવે હું પ્રભુની કરારપેટી મારે ત્યાં કેવી રીતે લઈ જાઉં? તેથી તે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ જવા માગતો નહોતો અને પાછા વળીને ગાથ નગરના નિવાસી ઓબેદ-અદોમના ઘેર લઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આથી દાઉદ યહોવાનો કોશ પોતાની પાસે દાઉદનગરમાં લ ઈ આવવા ઇચ્છતો નહોતો, પણ દાઉદ તેને બીજી જગાએ, એટલે ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં લઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તેણે પવિત્ર કોશને દાઉદનગરમાં નહિ લઈ જવાનો નિર્ણય કર્યો, અને તે તેને ગાથનગરમાં ઓબેદ-અદોમ નામની વ્યકિતને ઘેર રાખ્યો.