2 Samuel 6:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકોએ ઈશ્વરના કોશને અંદર લઈ જઈને, જે મંડપ દાઉદે તેને સારુ બનાવ્યો હતો, તેની મધ્યમાં તેને મૂક્યો. પછી દાઉદે ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચડાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોકોએ પ્રભુની કરારપેટી લાવીને દાવિદે તેને માટે ઊભા કરેલા તંબૂમાં મધ્ય ભાગમાં મૂકી. પછી તેણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચઢાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લોકોએ યહોવાનો કોશ [નગરની] અંદર લઈ જઈને, જે મંડપ દાઉદે તેને માટે ઊભો કર્યો હતો, તેમાં તે તેની જગાએ મૂક્યો. પછી તેણે યહોવાની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્રકોશને દાઉદે તૈયાર કરેલા ખાસ મંડપમાં મૂકવામાં આવ્યો, અને દાઉદે યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.