2 Samuel 6:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આના કરતાં પણ હું વધારે 'હલકો' થઈશ, હું મારી પોતાની દ્રષ્ટિમાં અપમાનિત થઈશ, પણ જે દાસીઓ મધ્યે તું બોલી છે, તેઓથી તો હું સન્માન પામીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને મારી જાતને એથી વિશેષ હલકી પાડીશ. તારી આગળ મારી કંઈ વિસાત ન હોય પણ જે દાસીઓ વિષે તું બોલી છે તેઓ તો મારું સન્માન કરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને વળી તે કરતાં પણ હું હલકો થ ઈશ, ને મારી પોતાની દષ્ટિમાં નીચ થઈશ. પણ જે દાસીઓ વિષે તું બોલી છે, તેઓથી તો હું સન્માન જ પામીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને એટલું જ નહિ, હું હજી પણ નમ્ર બની માંરી જાતને હજી વધારે નમાંવીશ, તું કદાચ મને માંન નહિ આપે. પરંતુ તું જે દાસીઓ વિષે વાત કરે છે તેઓ સર્વથા મને માંન આપશે.”