2 Samuel 7:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે પ્રભુ ઈશ્વર તમારી દ્રષ્ટિમાં આ વાત નાની હતી. ઈશ્વર, તમે લાંબા કાળને માટે તમારા સેવકના ઘર વિષે વચન આપ્યું છે, ભાવિ પેઢીઓ મને દેખાડી છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં હે પ્રભુ પરમેશ્વર, તમારી દૃષ્ટિમાં એ ય જાણે નજીવું હોય તેમ તમે તમારા સેવકના કુટુંબના સંબંધમાં લાંબા કાળ માટે વચન આપ્યું છે અને હે પ્રભુ પરમેશ્વર, આ તો માનવી ધોરણોનેય ટપી જાય એવી વાત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હે પ્રભુ યહોવા, તમારી દષ્ટિમાં એ વાત હજી જૂજ લાગી હોય તેમ વળી તમે લાંબા સમયને માટે તમારા સેવકના કુટુંબ વિષે વચન આપ્યું છે. વળી એ માણસની રીતે, હે પ્રભુ યહોવા!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેમ છતાં પણ આ આશીર્વાદ પૂરતા ના હોય તેમ તમે માંરા કુળને ભવિષ્ય માંટે પણ આશીર્વાદ આપ્યા છે, ઓ યહોવા માંરા પ્રભુ, તમે હંમેશા લોકો સાથે આ પ્રમાંણે વ્યવહાર કરતાં નથી. શું તમે, કરો છો?