2 Samuel 7:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે તમારા વચનની ખાતર તથા તમારા હેતુને પૂરા કરવા, આ સર્વ મોટાં કામો કર્યાં છે અને મારી સમક્ષ તે પ્રગટ કર્યાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ બધામાં તમારી ઇચ્છા અને હેતુ હતાં. તમે આપેલા વચનને લીધે અને તમારી ખુદની ઇચ્છા પ્રમાણે તમે એ સઘળી મહાન બાબતો તમારા સેવકને જણાવી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારો સેવક તે જાણે માટે તમારા વચનની ખાતર, તથા તમારા પોતાના સ્વભાવ પ્રમાણે, આ સર્વ મોટાં કૃત્યો તમે કર્યાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે આ બધા અદ્ભૂત કાર્યો કરો છો કારણકે તમે કહ્યું, તમે તે કરશો કારણકે એમ કરવાની તમાંરી ઇચ્છા હશે. આ બાબત મને તમાંરા સેવકને જણાવવાનું તમે કહ્યું હતું.