2 Samuel 7:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્યના ઈશ્વર, ઇઝરાયલના પ્રભુ, તમે તમારા સેવકને એવું જાહેર કર્યું છે કે, હું તારે માટે ઘર બાંધીશ. તેથી મેં તમારી આગળ આ પ્રાર્થના કરવાની હિંમત કરી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર છે. તમે મને, તમારા સેવકને આ બધું પ્રગટ કર્યું છે અને ઓ પ્રભુ પરમેશ્વર, એવું તમે જાતે જ જણાવ્યું છે અને તેથી તમને આ પ્રાર્થના કરવાની મેં હિંમત ધરી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે, હે સૈન્યોના યહોવા, ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવકને એવું જાહેર કર્યું છે કે, ‘હું તારે માટે ઘર બાંધીશ;’ એ માટે તમારા સેવકે પોતાના હ્રદયમાં તમારી આગળ આ પ્રાર્થન કરવાની હિમ્મત ધરી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઓ સર્વસમર્થ યહોવા, ઇસ્રાએલના દેવ, તમે આ બાબતો માંરી સામે પ્રગટ કરી, તમે કહ્યું: ‘હું તારા કુળને મહાન બનાવીશ,’ તેથી હવે હું તમાંરો સેવક તમાંરી આગળ આ પ્રાર્થનાની અભ્યર્થના કરું છું.