2 Samuel 7:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યાં તું ગયો ત્યાં હું તારી સાથે હતો. તારા સર્વ શત્રુઓને મેં તારી આગળથી નાબૂદ કર્યા છે. હવે પૃથ્વીના મહાન પુરુષોના નામ જેવું તારું નામ હું કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું અને તું આગેકૂચ કરતો ગયો તેમ મેં તારા સર્વ શત્રુઓને હરાવ્યા. દુનિયાના સૌથી મહાન આગેવાનો જેવો હું તને નામાંક્તિ બનાવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યાં જ્યાં તું ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું, ને મેં તારા સર્વ શત્રુઓને તારી આગળથી નષ્ટ કર્યા છે. અને પૃથ્વી પરના મહાન પુરુષોના નામ જેવું તારું નામ પણ હું મહાન કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું જયાં જયાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરુષોના જેવો વિખ્યાત બનાવીશ.