2 Samuel 8:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ટોઈએ પોતાના દીકરા યોરામને દાઉદ રાજા પાસે તેને બિરદાવવા અને આશીર્વાદ આપવા મોકલ્યો, કારણ કે દાઉદે હદાદેઝેરની વિરુદ્ધ લડાઈ કરીને તેને હરાવ્યો હતો, યોરામ પોતાની સાથે ચાંદીના, સોનાનાં અને કાંસાનાં પાત્રો લઈને આવ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે પોતાના પુત્ર યોરામને દાવિદને શુભેચ્છા પાઠવવા અને હદાદએઝેર રાજા પર વિજય મેળવવા બદલ તેને અભિનંદન આપવા મોકલ્યો; કારણ, ટોઈને હદાદએઝેર સાથે સતત વિગ્રહ ચાલતો હતો. યોરામ દાવિદ પાસે સોનું, રૂપુ અને તાંબાની ભેટસોગાદો લઈને ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે દાઉદ રાજાએ હદાદેઝેરની સાથે લડીને તેને હરાવ્યો હતો તેને લીધે તેને મુબારકબાદી તથા ધન્યવાદ આપવા માટે ટોઈએ પોતાના દીકરા યોરામને તેની પાસે મોકલ્યો; કેમ કે હદાદેઝેરને ટોઈની સાથે વિગ્રહ ચાલતો હતો. [યોરામ] પોતાની સાથે રૂપાનાં પાત્રો, સોનાનાં પાત્રો તથા પિત્તળનાં પાત્રો લઈને આવ્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે તેણે પોતાના પુત્ર યોરામને રાજા દાઉદને હદાદએઝેર પર વિજય મેળવવા માંટે અને તેના લશ્કરને પરાજય આપવા બદલ અભિનંદન આપવા મોકલ્યો; હદાદેઝરને ટોઈની સાથે હંમેશા યુદ્ધ ચાલ્યા કરતાં હતાં. યોરામ પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ અને પિત્તળનાં વાસણો લઈ ગયો હતો.