Acts 1:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી તેમણે જે કાર્ય કરતા તથા શિક્ષણ આપતા રહ્યા, તે બધી બિના વિષે મેં પહેલું પુસ્તક લખ્યું છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં સુધી તેમણે કરેલાં કાર્યો તથા તેમના શિક્ષણ વિષે મેં મારા પ્રથમ પુસ્તકમાં તમને લખ્યું હતું. તેમને લઈ લેવામાં આવ્યા તે પહેલાં પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તેમણે પોતાના પસંદ કરેલા પ્રેષિતોને આદેશ આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી પોતે જે જે કરવા તથા શીખવવા માંડ્યું, તે સર્વ બાબત વિશે, ઓ થિયોફિલ, મેં પહેલું પુસ્તક લખ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું.