Acts 1:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યૂસફ જે બર્સબા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તેને તથા માથ્થિયાસને તેઓએ રજૂ કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમણે બે વ્યક્તિનાં નામની દરખાસ્ત કરી: બાર્નાબાસ તરીકે ઓળખાતો યોસેફ (તે યુસ્તસ પણ કહેવાતો હતો), અને માથ્થીયસ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યૂસફ જે બાર્સાબાસ કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તે, તથા માથ્થીયસ, એ બેને તેઓએ રજૂ કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રેરિતોએ બે માણસોને સમૂહની આગળ ઊભા કર્યા. એક હતો યૂસફ બર્સબા, તે યુસ્તસના નામથી ઓળખતો અને બીજો માણસ હતો માથ્થિયાસ.