Acts 1:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની સાથે મળીને ઈસુએ તેઓને આજ્ઞા આપી કે, તમે યરુશાલેમથી જતા ના, પણ ઈશ્વરપિતાનું જે આશાવચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતાં રહેજો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ એકત્ર થયા હતા ત્યારે તેમણે તેમને આ આજ્ઞા આપી: “યરુશાલેમથી જતા નહિ, પણ મારા પિતાએ જે ભેટ આપવાનું વરદાન આપ્યું છે, અને જે વિષે મેં તમને કહ્યું છે, તે મળે ત્યાં સુધી તેની રાહ જોજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી, “યરુશાલેમથી જતા ના, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, “તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ.