Acts 11:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તે મળ્યો ત્યારે બાર્નાબાસ તેને અંત્યોખમાં લાવ્યો. તેઓએ એક આખું વર્ષ વિશ્વાસી સમુદાયની સાથે રહીને ઘણાં લોકોને બોધ કર્યો; શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તેને મળ્યો, અને તેને અંત્યોખ લઈ આવ્યો. એક આખા વર્ષ સુધી તેઓ બન્‍ને મંડળીના લોકોને મળતા રહ્યા અને મોટા જનસમુદાયને શિક્ષણ આપ્યું. શિષ્યો સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોખ તેડી લાવ્યો. તેઓએ એક આખું વરસ મંડળીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોખમાં “ખ્રિસ્તી” કહેવાયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તેણે શાઉલને શોધ્યો ત્યારે તે તેને અંત્યોખ લાવ્યો. શાઉલ અને બાર્નાબાસ ત્યાં આખું એક વર્ષ રહ્યા. દરેક વખતે વિશ્વાસીઓનો સમૂહ ભેગો મળતો. શાઉલ અને બાર્નાબાસ તેઓને મળ્યા અને સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો, અંત્યોખના શહેરમાં ઈસુના શિષ્યો સૌ પ્રથમ વાર જ “ખ્રિસ્તી” તરીકે ઓળખાયા.