Acts 12:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાનાં લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે ચોકીદારોની પ્રથમ ચોકી અને બીજી ચોકી પસાર કરી, અને છેવટે શહેર તરફ ખૂલતા લોખંડી દરવાજે આવ્યા. દરવાજો તેમને માટે આપોઆપ ખૂલી ગયો અને તેઓ બહાર ગયા. તેઓ એક શેરીમાં થઈને નીકળ્યા અને એકાએક દૂત પિતરને મૂકીને જતો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોઢાને દરવાજે પહોંચ્યા. તે તેઓને માટે પોતાની મેળે ઊઘડી ગયો. તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો. એટલે તરત દૂત તેની પાસેથી જતો રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પિતર અને દૂતે પહેલી અને બીજી ચોકી વટાવી. પછી તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા. તે દરવાજાથી તેઓ છૂટા પડ્યા. દરવાજો તેને માટે જાતે જ ઊધડી ગયો, પિતર અને દૂત દરવાજામાંથી ગયા અને એક મહોલ્લામાં ચાલ્યા. પછી દૂત તરત જતો રહ્યો.