Acts 13:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે-ઈશ્વરે તેમને-ઈસુને મરણમાંથી ઉઠાડયા, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા નિશ્ચિત આશીર્વાદો હું તમને આપીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, તેમને મરેલાંઓમાંથી સજીવન કરવા અંગે અને તેમને કદી કોહવાણ નહિ લાગે તે અંગે ઈશ્વરે આવું કહ્યું છે: ‘હું તને દાવિદને આપેલા દૈવી અને અટલ વરદાનની આશિષો આપીશ.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડ્યા, અને તે ફરીથી કદી કોહવાણ પામશે નહિ, તે વિષે તેમણે કહ્યું છે, ‘દાઉદ પરના પવિત્ર તથા અચળ [આશીર્વાદો] હું તમને આપીશ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો છે. ઈસુ ફરીથી કબરમાં કદાપિ જશે નહિ અને ધૂળમાં ફેરવાશે નહિ. તેથી દેવે કહ્યું: ‘હું તને સાચા અને પવિત્ર વચનો (આશીર્વાદો) આપીશ જે મેં દાઉદને આપ્યાં હતા.’