Acts 15:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, 'ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને [જોઈએ કે] તેઓ કેમ છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કેટલાક સમય પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો, આપણે પાછા જઈને પ્રત્યેક શહેરમાં આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેવી પ્રગતિ કરે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો, હવે આપણે પાછા ફરીએ, અને જે જે શહેરોમાં આપણે પ્રભુની વાત પ્રગટ કરી હતી, તેમાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
થોડા દિવસો પછી. પાઉલે બાર્નાબાસને કહ્યું, “આપણે પ્રભુની વાત ઘણા શહેરોમાં પ્રગટ કરી છે. આપણે તે બધા શહેરમાં ભાઈઓ અને બહેનોની મુલાકાત લઈને તેઓ કેમ છે તે જોવા પાછા જવું જોઈએ.”