Acts 17:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણાં લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓએ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમાંના કેટલાકને એની ખાતરી થઈ અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયા. ઈશ્વરની આરાધના કરનાર ગ્રીકોનો મોટો સમુદાય અને ઘણી અગ્રગણ્ય સ્ત્રીઓ પણ સંગતમાં જોડાયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો તથા ઘણી આબરૂદાર સ્‍ત્રીઓ વાત માનીને પાઉલ તથા સિલાસના સત્સંગમાં ભળ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાએક યહૂદિઓના મનનું સમાધાન થયું અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયા. સભાસ્થાનમાં ત્યાં કેટલાએક ગ્રીક માણસો પણ હતા જેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. ત્યાં કેટલીએક મહત્વની સ્ત્રીઓ પણ હતી, આ લોકોમાંના ઘણા પાઉલ અને સિલાસ સાથે જોડાયા.