Acts 18:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, 'ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા ગુનાની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પાઉલ બોલવા જતો હતો એવામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું, “કોઈ ગુનો કે દુષ્ટ કાર્ય કરવા અંગેની આ બાબત નથી. જો તેમ હોત તો મારે યહૂદીઓનું સાંભળવું યોગ્ય હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું, “ઓ યહૂદીઓ, જો અન્યાયની અથવા દુરાચરણની બાબત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પાઉલ કંઈક કહેવા તૈયાર હતો, પરંતુ ગાલિયોએ યહૂદિઓને કહ્યું. ગાલિયોએ કહ્યું, “જો તમે ખરાબ ગુના કે કંઈક ખોટા માટે ફરિયાદ કરવાના હશો તો હું તમને યહૂદિઓને ધ્યાનથી સાંભળીશ.