Acts 18:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે પવિત્રશાસ્ત્રમાં પ્રવીણ હતો, અને એલેકઝાંડ્રિયાનો વતની હતો, તે એફેસસ આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલેકઝાંડ્રિયામાં જન્મેલો આપોલસ નામનો એક યહૂદી એફેસસમાં આવ્યો. તે છટાદાર વક્તા અને ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલેકઝાંડ્રિયાનો વતની આપોલસ નામે એક વિદ્વાન અને ધર્મલેખોમાં પ્રવીણ યહૂદી એફેસસ આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક અપોલોસ નામનો યહૂદિ એફેસસમાં આવ્યો. અપોલોસ આલેકસાંદ્રિયા શહેરમાં જનમ્યો હતો. તે એક શિક્ષિત માણસ હતો. તે ધર્મલેખો ઘણી સારી રીતે જાણતો.