Acts 18:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માણસ પ્રભુના માર્ગ વિષેનું શિક્ષણ પામેલો હતો, અને પવિત્ર આત્મામાં ઘણો આતુર હોવાથી તે કાળજીથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને પ્રભુના માર્ગમાં ચાલવાનું શિક્ષણ મળેલું હતું. તે ખૂબ ઉત્સાહથી બોલતો હતો અને ઈસુ સંબંધીની વાતો ચોક્સાઈપૂર્વક શીખવતો હતો. છતાં તે માત્ર યોહાનના બાપ્તિસ્મા વિશે જાણતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માણસને પ્રભુના માર્ગનું શિક્ષણ મળ્યું હતું. અને ઘણો ઉત્સાહી હોવાથી તે ચોકસાઈથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અપોલોસને પ્રભુ વિષે શીખવવામાં આવ્યું હતું. અપોલોસ જ્યારે લોકોને પ્રભુ વિષે કહેતો ત્યારે તે હંમેશા ઉત્સાહી હતો. અપોલોસને પ્રભુ વિષે જે શીખવવામાં આવ્યું હતું તે સાચું હતું પરંતુ ફક્ત બાપ્તિસ્મા જે અપોલોસ જાણતો તે યોહાને શીખવેલું બાપ્તિસ્મા હતું.