Acts 19:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ દુષ્ટાત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે 'નીકળી જાઓ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કેટલાક યહૂદીઓ અહીંતહીં ફરતા અને દુષ્ટાત્માઓ કાઢવા માટે તેમણે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ દુષ્ટાત્માઓને કહેતા, “પાઉલ જેને પ્રગટ કરે છે એ ઈસુને નામે હું હુકમ કરું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઉપર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા, “જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેની દુવાઈ હું તમને દઉં છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાએક યહૂદિઓ પણ આજુબાજુ મુસાફરી કરતા અને લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢતા. મુખ્ય યાજક સ્કેવાના સાત પુત્રો આ કરતા. આ યહૂદિઓ લોકોમાંથી અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરતાં. તેઓ બધા કહેતાં, “પાઉલ જે ઈસુના વિષે વાત કરે છે તેના જ નામે હું તમને બહાર આવવા આજ્ઞા કરું છું!”