Acts 19:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે માણસમાં દુષ્ટાત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યા કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દુષ્ટાત્મા વળગેલા માણસે તેમના પર ભયંકર હુમલો કરીને તેમને હરાવ્યા. તેથી તેઓ ઘવાઈને નિર્વ ઘરમાંથી નાઠા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓના પર કૂદી પડ્યો, અને બન્નેને હરાવીને તેઓના પર જય મેળવ્યો કે તેઓ ઘાયલ થઈને ઘરમાંથી નવસ્ત્રા નાસી ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એ માણસ જેનામાં શેતાનનો અશુદ્ધ આત્મા તેની અંદર હતો, તે આ યહૂદિઓ પર કૂદી પડયો. તે તેઓના બધા કરતા વધારે મજબૂત હતો. તેણે તેઓ બધાને માર્યા અને તેઓનાં કપડાં ફાડી નાખ્યા. આ યહૂદિઓ તે ઘરમાંથી નાસી ગયા.