Acts 19:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આખા શહેરમાં એ ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આખા શહેરમાં ધાંધલ મચ્યું, લોકોનાં ટોળાએ પાઉલની સાથે ફરનારા ગાયસ અને આરિસ્તાર્ખસ નામના મકદોનિયાના બેને પકડયા અને તેઓ તેમને લઈને સભાગૃહમાં ધસ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આખા શહેરમાં એ ગડબડાટ થઈ રહ્યો, ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા અરીસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથી હતા, તેઓને પકડીને બધા ભેગા થઈને અખાડામાં દોડી ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શહેરના બધા લોકો બેચેન બન્યા, લોકોએ ગાયસ તથા અરિસ્તાર્ખસને જકડી લીધા. (તે બે માણસો મકદોનિયાના હતા અને પાઉલની સાથે મુસાફરી કરતા હતા) પછી બધાજ લોકો અખાડામાં દોડી ગયા.