Acts 19:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરમ્યાનમાં, આખી સભામાં ધાંધલ થઈ રહ્યું: કેટલાક લોકો કંઈક પોકારતા હતા, જ્યારે બીજા કેટલાક બીજું કંઈક પોકારતા હતા. કારણ, તેમાંના કેટલાક તો તેઓ શા માટે એકત્ર થયા છે એ પણ જાણતા ન હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે વખતે કેટલાક કંઈ બૂમ પાડતા હતા, અને કેટલાક કંઈક બૂમ પાડતા હતા; કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી; અને પોતે શા કારણથી એકત્ર થયા છે, એ તેઓમાંના ઘણાખરા જાણતા પણ નહોતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાક લોકો કંઈ બૂમ પાડતા હતા તો બીજા લોકો કંઈ બૂમ પાડતા હતા. તે સભામાં મુંઝવણ હતી. મોટા ભાગના લોકો તો જાણતા જ નહોતા કે તેઓ શા માટે ત્યાં આવ્યા છે.