Acts 19:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, 'ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અંતે શહેરનો અધિકારી ટોળાને શાંત પાડી શક્યો. તેણે કહ્યું, “એફેસસવાસીઓ! એફેસસમાં મહાન આર્તેમિસ દેવીનું મંદિર અને આકાશમાંથી પડેલી તેની પ્રતિમા છે એ સૌ કોઈ જાણે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત પાડીને કહ્યું, “ઓ એફેસસના લોકો, કયું માણસ નથી જાણતું કે એફેસસ શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી શહેરના નગરશેઠે લોકોને શાંત કર્યા અને કહ્યું, “એફેસસના માણસો, બધા લોકો જાણે છે કે એફેસસ એવું શહેર છે જ્યાં મહાન દેવી આર્તિમિસનું મંદિર છે. બધા લોકો જાણે છે કે અમે પણ તેણીનો પવિત્ર પથ્થર રાખીએ છીએ.