Acts 19:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, આજે જે બન્યું છે તેથી આપણા પર હુલ્લડનો આરોપ આવે એવો ભય છે. આ ધાંધલ માટે કોઈ બહાનું નથી, અને આ ધાંધલ માટે કોઈ યોગ્ય કારણ આપણે આપી શકવાના નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે આજે વગર કારણે તોફાન થયું તે વિષે આપણા ઉપર ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે. અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણાથી આપી શકાય તેમ નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું આ કહું છું કારણ કે કેટલીએક વ્યક્તિઓ આજે આ બનાવ જોઈ શકે છે અને કહેશે અમે હુલ્લડ કરીએ છીએ. અમે ધાંધલ ધમાલને સમજાવી શકતા નથી. કારણ કે આ સભા ભરવા માટે કોઇ સાચું કારણ નથી.”