Acts 19:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સભાસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યાં, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રણ માસ સુધી પાઉલે ભજનસ્થાનમાં જઈને લોકોની સાથે ચર્ચા કરી અને ઈશ્વરના રાજ સંબંધી ખાતરી કરાવવા તેમની સાથે હિંમતપૂર્વક બોલ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સભાસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી બોધ કર્યો, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પાઉલ સભાસ્થાનમાં ગયો અને ઘણી હિંમતથી બોલ્યો. પાઉલે આ કામ ત્રણ માસ સુધી ચાલુ રાખ્યું. તેણે યહૂદિઓ સાથે વાતો કરી અને દેવના રાજ્ય વિષે તેણે કહેલી વાતો સ્વીકારવા સમજાવ્યા.