Acts 20:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણાં સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પાઉલ ઉપલે માળે ગયો અને રોટલી ભાંગીને ખાધા પછી લાંબો સમય એટલે સૂર્યોદય થતાં સુધી તેમની સાથે વાતો કરીને પાઉલ ચાલી નીકળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી, અને તેઓની સાથે ઘણી વાર સુધી, એટલે છેક વહેલી સવાર સુધી, વાત કરી, ત્યાર પછી તે વિદાય થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પાઉલ ફરીથી મેડા પર ગયો. તેણે રોટલીનો ટુકડો કર્યો અને ખાધો. પાઉલે તેઓને લાંબો સમય સુધી બોધ આપ્યો. જ્યારે તેણે વાત કરવાનું બંધ કર્યુ, તે વહેલી સવાર હતી. પછી પાઉલે વિદાય લીધી.