Acts 22:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણસર તેની વિરુદ્ધ હોહા કરી, તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રોમન અફસરે તેના માણસોને પાઉલને કિલ્લામાં લઈ જવા હુકમ કર્યો, અને યહૂદીઓ તેની વિરુદ્ધ શા માટે આમ પોકારતા હતા તે શોધી કાઢવા તેને ફટકા મારવા જણાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, અને તેઓએ શા કારણથી તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા માટે તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સરદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા કહ્યું. તેણે પાઉલને મારવા માટે સૈનિકોને કહ્યું. તે પાઉલ પાસે કહેવડાવવા ઈચ્છતો હતો કે લોકો શા માટે આમ તેની વિરૂદ્ધ બૂમો પાડતા હતા.