Acts 22:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેને ચામડાનાં દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, 'જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવાંમાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેમણે તેને ફટકા મારવાને બાંધ્યો, ત્યારે પાઉલે ત્યાં ઊભેલા અધિકારીને કહ્યું, “જેના પર કોઈ ગુનો સાબિત થયો ન હોય તેવા રોમન નાગરિકને ફટકા મારવા એ શું ક્યદેસર છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેને વાધરીઓથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું, “જે માણસ રોમન છે અને જેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા એ શું કાયદેસર છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી સૈનિકો પાઉલને બાંધીને મારવાની તૈયારી કરતા હતા. પણ પાઉલે લશ્કરી સૂબેદારને કહ્યું, “શું તમને જે દોષિત સાબિત થયેલ નથી તે રોમન નાગરિકને મારવાનો અધીકાર છે?”