Acts 23:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ મુખ્ય યાજકો તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, 'અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેમણે મુખ્ય યજ્ઞકારો અને આગેવાનો પાસે જઈને કહ્યું, “પાઉલને મારી નાખ્યા વિના કંઈ નહિ ખાવાની ગંભીર પ્રતિજ્ઞા અમે લીધી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ મુખ્ય યાજકો તથા વડીલોની પાસે જઈને કહ્યું, “અમે આકરા સોગનથી બંધાયા છીએ, કે પાઉલને મારી નાખીએ નહિ ત્ચાં સુધી અમારે કંઈ પણ જીભ પર મૂકવું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ યહૂદિઓ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોની પાસે ગયા અને વાત કરી. યહૂદિઓએ કહ્યું, “અમે અમારી જાતે ગંભીર પ્રતિજ્ઞા કરી છે. અમે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી અમે પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે ખાશું કે પીશું નહિ!