Acts 23:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે કહ્યું કે, 'યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે કહ્યું, “પાઉલ વિષે ન્યાયસભાને સચોટ વિગતો જોઈએ છે એવા બહાના નીચે આવતી કાલે તેને ન્યાયસભામાં બોલાવવા આપની પાસે માગણી કરવાનો યહૂદી અધિકારીઓએ નિર્ણય કર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે કહ્યું, “યહૂદીઓએ તમને વિનંતી કરવાનો ઠરાવ કર્યો છે કે, જાણે પાઉલ સંબંધી વધારે બારીકીથી તપાસ કરવા તેઓ માગતા હોય એ હેતુથી તમે આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે યુવાન માણસે કહ્યું, “યહૂદિઓએ નક્કી કર્યુ છ્ કે આવતીકાલે ન્યાયસભામાં પાઉલને લઈ આવવા માટે તને કહેવું. યહૂદિઓ ઈચ્છે છે કે તું વિચારે કે તેઓની યોજના પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે.