Acts 23:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે પાઉલે તેને કહ્યું કે, 'ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પાઉલે તેને કહ્યું, “ઓ દંભી! ઈશ્વર જરૂર તને મારશે. નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવાને તું ત્યાં બેઠો છે, અને છતાં મને મારવાનો હુકમ કરીને તું જ નિયમ તોડે છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે પાઉલે તેને કહ્યું, “અરે ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે. તું નિયમશાસ્‍ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છે, છતાં શું નિયમશાસ્‍ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પાઉલે અનાન્યાને કહ્યું, “દેવ તને પણ મારશે. તું એક ગંદી દિવાલ જેવો છે જે સફેદ ધોળેલી છે. તું ત્યાં બેસે છે અને મારો ન્યાય મૂસાના નિયમશાસ્ત્રનો ઉપયોગ કરીને કરે છે. પણ તું તેઓને મને મારવાનું કહે છે અને તે મૂસાના નિયમની વિરૂદ્ધ છે.”