Acts 23:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યાં, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, 'આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતાં નથી; કદાચને આત્માએ અથવા સ્વર્ગદૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘોંઘાટ વધતો ગયો, અને ફરોશીપંથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઊભા થઈને સખત વિરોધ કર્યો, “અમને આ માણસમાં કંઈ ખોટું જણાતું નથી! કદાચ કોઈ આત્મા અથવા દૂતે તેની સાથે વાત કરી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મોટી હોહા થઈ રહી. અને ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, ને રકઝક કરીને કહેવા લાગ્યા, “અમને આ માણસમાં કંઈ અપરાધ માલૂમ પડતો નથી. અને કદાચને આત્માએ અથવા દૂતે તેને કંઈ કહ્યું હોય તો તેથી શું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધા યહૂદિઓએ વધારે મોટા સાદે બૂમો પાડવાની શરૂઆત કરી, શાસ્ત્રીઓ અને કેટલાએક જે ફરોશીઓ હતા તેઓ ઊભા થયા અને દલીલો કરી, “અમને આ માણસમાં કંઈ ખોટું જોવા મળ્યું નથી! દમસ્કના રસ્તા પર કદાચ દૂતે કે આત્માએ તેને કંઈ કહ્યું હોય!”