Acts 25:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના નથી પાડતો, પણ જે વિષે તેઓ મારા પર આરોપ મૂકે છે તેમાંની જો એક પણ વાત સાચી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે દાદ માંગુ છું.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો નિયમનો ભંગ કર્યાને લીધે મને મોતની સજા થાય એવો મેં કોઈ ગુનો કર્યો હોય, તો હું તેમાંથી છટકી જવાની માગણી કરતો નથી. પણ તેમના આરોપ તથ્ય વગરના હોય તો કોઈ મને તેમના હાથમાં સોંપી શકે નહિ. તેથી હું સમ્રાટને અપીલ કરું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના પાડતો નથી. પણ જે વિષે તેઓ મારા પર તહોમત મૂકે છે તેમાંની જો એકે વાત ખરી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે ન્યાય માગું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કાયદો કહેતો હોય કે મારે મરી જવું જોઈએ, તો હું મરવા માટે સંમત છું. હું મૃત્યુમાંથી બચવા માટે કહેતો નથી. પણ જો આ તહોમતો સાચા ના હોય તો પછી મને કોઈ વ્યક્તિ આ યહૂદિઓને હવાલે કરી શકે નહિ, ના! હું મારો કેસ કૈસર સાંભળે એમ ઈચ્છું છું!”