Acts 25:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ફેસ્તસે કહ્યું કે, 'ઓ આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ ગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને બૂમ પાડી કે, તેને જીવતો રહેવા દેવો [યોગ્ય] નથી, તેને તમે જુઓ છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફેસ્તસે કહ્યું, “આગ્રીપા રાજા, અને અત્રે પધારેલા સૌ મહેમાનો! અહીંના અને યરુશાલેમના બધા યહૂદી લોકો તરફથી જેના અંગે મારી પાસે ફરિયાદ આવી છે તે માણસને તમે જોઈ શકો છો. તે જીવવાને લાયક નથી એવા પોકાર તેમણે કર્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી ફેસ્તસે કહ્યું, “હે આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ સદગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને તેને જીવતો રહેવા દેવો [યોગ્ય] નથી, એવો પોકાર કર્યો, તેને તમે જુઓ છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફેસ્તુસે કહ્યું, “રાજા અગ્રીપા અને તમે બધા લોકો અહી અમારી સાથે ભેગા થયા છો, તમે આ માણસને જુઓ છો. યરૂશાલેમના તથા અહીંના આ બધા યહૂદિ લોકોએ મને તેના વિષે ફરિયાદ કરી છે. જ્યારે તેઓએ તેના વિષે ફરિયાદ કરી ત્યારે તેઓએ પોકાર કર્યો કે, તેને મારી નાખવો જોઈએ.