Acts 26:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં યરુશાલેમમાં પણ તેમ જ કર્યું; મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાંને મેં જેલમાં પુરાવ્યા, અને તેઓને મારી નખાતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરુશાલેમમાં મેં એવું જ કર્યું. મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર મેળવીને ઈશ્વરના ઘણા લોકોને મેં જેલમાં પૂર્યા; અને તેમને મોતની સજા ફટકારાતી ત્યારે હું પણ તેમાં સંમત થતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મેં યરુશાલેમમાં તેમ કર્યું પણ ખરું:મુખ્ય યાજકો પાસેથી સત્તા મેળવીને સંતોમાંના ઘણાને મેં બંદીખાનામાં નંખાવ્યા, અને તેઓને મારી નાખવામાં આવતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધમાં મત આપ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યરૂશાલેમમાં મેં વિશ્વાસીઓની વિરૂદ્ધ ઘણું કર્યુ. પ્રમુખ યાજકોએ મને આમાંના ઘણા લોકોને કારાવાસમાં પૂરવાનો અધિકાર આપ્યો હતો. જ્યારે ઈસુના શિષ્યોને મારી નાખવામાં આવતા હતા. હું સંમત થતો કે તે એક સારી બાબત હતી.