Acts 26:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમારાં બારે કુળો પણ ઈશ્વરની સેવા આતુરતાથી રાતદિવસ કરતાં તે આશાવચનની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જ વચન મેળવવા માટે તો ઈશ્વરની રાતદિવસ ભક્તિ કરતાં કરતાં અમારા લોકનાં બારેય કુળ તેની આશા સેવે છે. હે માનવંત રાજા, એ જ આશા રાખવાને લીધે યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમારાં બારે કુળો પણ [ઈશ્વરની] સેવા આતુરતાથી રાતદિવસ કરીને તે [વચન] ફળીભૂત થવાની આશા રાખે છે. અને, હે રાજા, એ જ આશાની ખાતર યહૂદીઓ મારા પર તહોમત મૂકે છે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ તે વચન છે કે આપણા લોકોની બાર જાતિઓ તે પ્રાપ્ત કરવાની આશા રાખે છે. આ આશૅંથી યહૂદિઓ રાત દિવસ દેવની સેવા કરે છે. મારા રાજા, યહૂદિઓએ મારા ઉપર તહોમત મૂક્યાં છે કારણ કે હું પણ એ જ વચનની આશા રાખું છું.