Acts 27:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દક્ષિણમાંથી મંદ મંદ પવન વાવા લાગ્યો, અને માણસોને લાગ્યું કે તેમની યોજના પાર પડશે: તેથી તેમણે લંગર ઉઠાવ્યું અને વહાણ ક્રીતના કિનારે કિનારે શકાય તેટલે નજીકથી હંકાર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્‍છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને અમે ક્રિતને કિનારે કિનારે હંકાર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દક્ષિણ તરફથી સારો પવન ફૂંકાવાની શરૂઆત થઈ. વહાણ પરના માણસોએ વિચાર્યુ: “આપણે જોઈએ છે તે આ પવન છે. હવે તે આપણી પાસે છે!” તેથી તેઓએ લંગર ખેંચ્યું અને ક્રીત કિનારાની નજીક હંકારી ગયા.