Acts 27:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યાં પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, 'ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માણસો લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા પછી પાઉલ તેમની સમક્ષ ઊભો થયો અને કહ્યું, “મિત્રો, મારું માનીને તમારે ક્રીતથી વહાણ હંકારવું જોઈતું નહોતું; એમ થયું હોત તો આ બધું નુક્સાન અને ખોટ આપણે નિવારી શક્યા હોત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ ઘણી લાંઘણ થયા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા થઈને કહ્યું, “ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, અને ક્રિતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર નહોતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે માણસોએ ઘણા દિવસો સુધી કંઈ ખાધું નહિ. પછી એક દિવસ પાઉલ તેઓની આગળ ઊભો રહ્યો અને બોલ્યો, “માણસો, મેં તમને ક્રીત નહિ છોડવાનું કહ્યું હતું. તમે મને ધ્યાનથી સાંભળ્યો હોત તો પછી તમને આ બધું નુકસાન અને ખોટ થાત નહિ.