Acts 27:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતાં હતા, અને વહાણના આગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા [જીવનરક્ષક હોડીઓ] ઉતાર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખલાસીઓએ વહાણમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો; તેમણે પાણીમાં બચાવની હોડી ઉતારી અને વહાણના આગળના ભાગમાં થોડાં લંગર નાખવા જતા હોય તેવો દેખાવ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ખલાસીઓ વહાણમાંથી નાસી જવાની તક શોધતા હતા, અને નાળ [એટલે વહાણનો આગલો ભાગ] પરથી લંગર નાખવાનો ડોળ દેખાડીને તેઓએ સમુદ્રમાં મછવો ઉતાર્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાએક ખલાસીઓની ઈચ્છા વહાણ છોડીને જવાની હતી. તેઓએ (જીવનરક્ષા) મછવો પાણીમાં ઉતાર્યો. ખલાસીઓ બીજા માણસો વિચારે એમ ઈચ્છતા હતા. કે તેઓ વહાણની સામેથી વધારે લંગર નાખતા હતા.