Acts 27:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, 'આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લાં ઘણાં દિવસથી કંઈ ખાધું નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સવાર થવાની તૈયારી હતી ત્યારે પાઉલે બધાને થોડું થોડું ખાઈ લેવા આજીજી કરી. “આશરે બે સપ્તાહથી તમે રાહ જોઈ રહ્યા છો અને આ બધા સમય દરમિયાન તમારામાંના કોઈએ કંઈ ખાધું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને ખોરાક લેવાને વિનંતી કરીને કહ્યું, “આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે લાંઘણ કરીને કંઈ ખાધું નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે અમે દિવસ ઉગવાની રાહ જોતા હતા ત્યારે પાઉલે બધા લોકોને કંઈક ખાવા માટે સમજાવવાની શરૂઆત કરી. તેણે કહ્યું, “ગયા બે અઠવાડિયાથી તમે ભૂખ્યા રહીને રાહ જોઈ છે. તમે 14 દિવસ સુધી ખાધું નથી.