Acts 27:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તે જ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમણે લંગર કાપી નાખ્યાં અને તેમને સમુદ્રમાં ડૂબી જવા દીધાં, અને એ જ સમયે સુકાનની સાથે બાંધેલા દોરડાં પણ છોડી નાખ્યાં. પછી તેમણે વહાણની આગળના ભાગમાં સઢ ઊંચો કર્યો જેથી પવનથી વહાણ આગળ ધકેલાય અને જમીન તરફ જાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવાં દીધાં, અને તે જ વખતે સુકાનનાં બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કાંઠા તરફ જવા લાગ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેઓએ સુકાનને પકડી રાખવા દોરડાં અને લંગરો સમુદ્રમાં નાખ્યા. પછી તેઓએ તે સાથે દોરડાં પણ ઢીલા કરી દીધાં. સામેનો સઢ પવન તરફ ચઢાવી દીધો અને કિનારા તરફ હંકાર્યુ.