Acts 28:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રોમમાંના [વિશ્વાસી] ભાઈઓ અમારાં આગમન વિષે સાંભળીને ત્યાંથી આપ્પિયસ બજાર તથા 'ત્રણ ધર્મશાળા' નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા; પાઉલે તેઓને જોઈને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વિશ્વાસી ભાઈઓએ અમારે વિષે સાંભળ્યું એટલે છેક ‘આપ્પિયસનું બજાર’ તેમ જ ‘ત્રણ ધર્મશાળા’ નામનાં સ્થળો સુધી અમને સામા મળવા આવ્યા. પાઉલે તેમને જોયા ત્યારે તેણે ઈશ્વરનો આભાર માન્યો અને તેનામાં હિંમત આવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમારા વિષે સાંભળીને ભાઈઓ ત્યાંથી આપ્પિયસ બજાર તથા ત્રણ ધર્મશાળા સુધી અમને સામા મળવા આવ્યા. તેઓને જોઈને પાઉલે ઈશ્વરની સ્તુતિ કરી, અને હિંમત રાખી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રોમના વિશ્વાસીઓએ જાણ્યું કે અમે અહી હતા. તેઓ અમને આપિયસના બજારમાં અને ત્રણ ધર્મશાળાઓમાં મળવા માટે સામા આવ્યા. જ્યારે પાઉલે આ વિશ્વાસીઓને જોયા, તેને વધારે સારું લાગ્યું. પાઉલે દેવનો આભાર માન્યો.