Acts 28:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ યહૂદીઓએ વિરોધ કર્યો, ત્યારે કાઈસાર પાસે દાદ માગવાની મને ફરજ પડી; એમાં મારે પોતાના સ્વદેશીઓ [ભાઈઓ] પર કંઈ દોષ મૂકવાનો હતો એવું ન હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જ્યારે યહૂદીઓએ એનો વિરોધ કર્યો, ત્યારે મારે મારા લોકની વિરુદ્ધ કોઈ આરોપ મૂકવાનો ન હોવા છતાં મારે સમ્રાટ પાસે અપીલ કરવી પડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યહૂદીઓએ વાંધો ઉઠાવ્યો, ત્યારે કાઈસાર પાસે ન્યાય માગવાની મને ફરજ પડી; મારે મારા સ્વદેશી ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એમ તો નહોતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ ત્યાંના યહૂદિઓને તે જોઈતું ન હતું. તેથી મેં મારા ન્યાય માટે વાંધો ઊઠાવ્યો અને કૈસર આગળ રોમમાં આવવા માટે કહેવું પડ્યું. પરંતુ હું એમ કહેતો નથી કે મારા લોકોએ કાંઇક ખોટું કર્યુ છે.