Acts 28:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાંના વતનીઓએ અમારા પર ખૂબ પ્રેમ દર્શાવ્યો. કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો અને ઠંડી પડતી હતી તેથી અગ્નિ સળગાવીને તેઓએ અમારા સર્વનો આવકાર કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંના વતનીઓ અમારી સાથે માયાળુપણે વર્ત્યા. વરસાદ વરસવો શરૂ થઈ ગયો હતો અને ઠંડી હતી, તેથી તેમણે તાપણું સળગાવીને અમારા બધાનો મિત્રભાવે સત્કાર કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાંના વતનીઓએ અમારા પર અસાધારણ માયા બતાવી. કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો તથા ટાઢ પડતી હતી. માટે અગ્નિ સળગાવીને તેઓએ અમો સર્વને આવકાર આપ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે વખતે વરસાદ વરસતો હતો અને ખૂબ ઠંડી હતી. પણ જે લોકો ત્યાં રહેતા હતા તે અમારા પ્રત્યે ઘણા સારા હતા. તેઓએ અમારા માટે અગ્નિ સળગાવ્યો અને અમારા બધાનું સ્વાગત કર્યુ.